કોરોનાના 22,273 નવા કેસો, 251નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા એક કરોડને પાર પહોંચી છે. વિશ્વમાં અત્યાર સુધી 7.98 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને 17.50 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 22,273 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 251 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,01,69,118 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,47,343 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 97,40,108 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 24,274 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,81,667એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.  

મહિલા કરતાં પુરુષોને કોરોનાનો વધુ ખતરો

બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક કોરોના વાઇરસની ઝપટમાં આવી રહ્યા છે, પરંતુ તેના પર ઘણું અધ્યયન પણ છે. અધ્યયનોએ શોધી કાઢ્યું છે કે કોરોના તમામ વયના લોકો અને દરેક જાતિના લોકોને અસર કરે છે, પરંતુ તાજેતરના અધ્યયનોએ બતાવ્યું છે કે કોરોનાથી ગ્રસ્ત મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં ઓછી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.