અમેરિકા: નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આ વખતે અવકાશમાં જ દિવાળી ઉજવશે. તેમણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફથી એક વીડિયો મેસેજ શેર કર્યો છે. જેમાં તેમણે પૃથ્વીવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતો. તેમણે કહ્યું કે, ‘આ વર્ષે માને પૃથ્વીથી 260 માઈલ દૂર દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે.’ આ દરમિયાન સુનીતા વિલિયમ્સે તેના પિતાના પ્રયાસોને યાદ કર્યા હતા. જેણે તેમના પરિવારને દિવાળી અને અન્ય ભારતીય તહેવારો વિશે શીખવીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી હતી.
Happening Now: President Biden delivers remarks at a White House celebration of Diwali. https://t.co/gTKjvtzCEi
— The White House (@WhiteHouse) October 28, 2024
વીડિયો મેસેજમાં સુનીતા વિલિયમ્સે જણાવ્યું હતુ કે, ‘આ વર્ષે મને પૃથ્વીથી 260 માઈલ દૂર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે. દિવાળી એ આનંદનો સમય છે, આજે અમારા સમુદાય સાથે દિવાળીની ઉજવણી કરવા અને અમારા સમુદાયના અનેક યોગદાનને માન્યતા આપવા બદલ અમેરિકન પ્રમુખ જો બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસનો આભાર.’
ઓગસ્ટમાં નાસાએ વિલમોર અને વિલિયમ્સને પૃથ્વી પર પાછા ફરવું ખૂબ જોખમી હતું. હવે નાસાએ પૃથ્વી પર તેઓના આગમનની 25મી ફેબ્રુઆરી 2025 નક્કી કરી છે.