નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી… ભાવનગરના ભાદ્રોડ ગામે જન્માષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો શ્રી કૃષ્ણની ભક્તિના રંગમાં રંગાયા હતા. ત્યારે ભાવનગર જિલ્લાના ભાદ્રોડ ગામે પણ કૃષ્ણ જન્મોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગામના લોકો કૃષ્ણ ભક્તિમાં રંગાયા હતા. ભાદ્રોડ ગામમાં આવેલી બાળકૃષ્ણ હવેલી, રાધાકૃષ્ણ મંદિર અને રામજી મંદિર અને ગામના જૂના ઠાકર મંદિરે જન્માષ્ટમીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.

કૃષ્ણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

ભાદ્રોડ ગામના મંદિરોમાં ભક્તોની ભારે જોવા મળી હતી. તો કેટલીક જગ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે કૃષ્ણ ભક્તો દ્વારા કૃષ્ણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા આખા ગામમાં કાઢવામાં આવી હતી. જેમાં ગામના વિવિધ વિસ્તારમાં અને દરેક ચોકમાં કાના દ્વારા મટકી ફોડી જન્માષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તો ગામના વિવિધ મંદિરે અલગ અલગ શણગાર કરીને કૃષ્ણ જન્મોત્સવને શાનદાર બનાવવામાં આવ્યો હતો.

ભદ્રેશ્વર મહાદેવ મંદિરે કેદારનાથનો ખાસ શણગાર કરવામાં આવ્યો

ભાદ્રોડ ગામમાં શ્રાવણ માસ દરમિયાન ગામના ભદ્રેશ્વર મંદિર ખાતે દરરોજ બપોરે મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે. તો આ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ભદ્રેશ્વર મહાદેવ મંદિરે મહાપૂજા દરમિયાન કેદારનાથનો ખાસ શણગાર કરવામાં આવ્યો હતો અને કૃષ્ણ જન્મોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી.

દ્વારકા, ડાકોર અને શામળાજીમાં અનેરો ઉત્સાહ

આ સિવાય ગુજરાતના દ્વારકા અને ડાકોર સહિત સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઇ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે બહોળી સંખ્યામાં યાત્રિકો પહોંચી પવિત્ર ગોમતીમાં સ્નાન કરી ભક્તો પોતાને નજાણ્યે થયેલ પાપોને ધોઈ નાખ્યા હતા. યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.