રિલાયન્સની આ સ્કોલરશિપ મેળવવા શું કરશો?

મુંબઈઃ રિલાયન્સ ફાઉન્ડેશને પોસ્ટગ્રેજ્યુએટ સ્કોલરશિપ માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મગાવી છે. સંસ્થાએ નવ ક્ષેત્રોમાં પ્રથમ વર્ષના પોસ્ટગ્રેજ્યુએટ કરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી સ્કોલરશિપ માટેની અરજીઓ મગાવી છે. આ સ્કોલરશિપ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર, 2023 છે. આ સ્કોલરશિપનો ઉદ્દેશ વિદ્યાર્થીઓની પ્રતિભાઓને વિશ્વ કક્ષાએ પહોંચાડવાનો છે.  
ડિજિટલ, રિન્યુએબલ એન્ડ ન્યુ એનર્જી અને બાયોટેકનોલોજી જેવાં ક્ષેત્રોમાં ટેકનોલોજી ઝડપથી વિકસી રહી છે. સંસ્થાનો પોસ્ટગ્રેજ્યેટ સ્કોલરશિપનો ઉદ્દેશ તમામ ભારતીયોને લાભ પહોંચાડવાનો અને સંભવિત વિકાસ કરવા સાથે આ ક્ષેત્રોમાં નવાં સંશોધનો અને ઉકેલ શોધવા સાથે  ભાવિ લીડર્સને ઓળખી કાઢવાનો અને તેમને પ્રોત્સાહન આપવાનો છે. સંસ્થાના CEO જગન્નાથ કુમારે જણાવ્યું હતું કે દેશના યુવાનો ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં દેશની પ્રગતિને વેગ આપવા માટે તૈયાર છે. સંસ્થા પોસ્ટગ્રેજ્યુએટ સ્કોલરશિપ દેશના સૌથી તેજસ્વી યુવા પ્રતિભાને ઓળખશે, જેથી તેમની પ્રતિભાનો લાભ સમાજને થશે. અમારો ઉદ્દેશ દેશના વિકાસને વેગ આપે એવા તેજસ્વી યુવાઓને દર વર્ષે આર્થિક મદદ કરવાનો છે. જેથી એક યુવા પેઢી તૈયાર થઈ દેશને મદદરૂપ થવા તૈયાર થાય, એમ તેમણે કહ્યું હતું.

વર્ષ 2020થી 178 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અભ્યાસમાં શ્રેષ્ઠતા માટે મેરિટ-આધારિત શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી સ્કોલરશિપ મેળવનાર આ વિદ્યાર્થીઓ હવે સારા ભવિષ્ય તરફ આગળ વધ્યા છે. આ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ એ એક પ્લેટફોર્મ સાબિત થયું છે.

વર્ષ 2020થી મેરિટને આધારે 178 વિદ્યાર્થીઓને પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસમાં શ્રેષ્ઠતા માટે સ્કોલરશિપ આપવામાં આવી છે. સંસ્થા તરફથી સ્કોલરશિપ મેળવનાર આ વિદ્યાર્થીઓ હવે પ્રોફેશનલ્સ બન્યા છે અને તેમનું ભાવિ ઉજ્જવળ બન્યું છે. આ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ એ એક પ્લેટફોર્મ સાબિત થયું છે જેણે માત્ર તેમની શૈક્ષણિક લાયકાતોને જ નહીં, પરંતુ શીખવાનો અનુભવ માટે મદદરૂપ થઈ રહી છે. જેથી તેઓ ઉદ્યોગના અગ્રણી મેન્ટરો પાસેથી  કૌશલ  મેળવી શકે અને કેરિયરમાં તેમના માટે ઉપયોગી બની શકે.

સંસ્થા દ્વારા આ સ્કોલરશિપ માટે પસંદ કરાયેલા ટોચના 100 વિદ્યાર્થીઓને રૂ. છ લાખ સુધીની ગ્રાસ્કોલરશિપ આપવામાં આવશે. આ સ્કોલરશિપ પ્રથમ વર્ષના પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કે જેઓ દેશમાં કોમ્પ્યુટર સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગણિત અને કોમ્પ્યુટિંગ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, રિન્યુએબલ એન્ડ ન્યુ એનર્જી, મટીરિયલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને બાયોલોજીમાં ફુલ ટાઇમ અભ્યાસક્રમો કરી રહ્યા છે.