કેવી રહી હશે મુખ્યમંત્રી ઠાકરે અને વડાપ્રધાન મોદીની આ પહેલી મુલાકાત?

પૂણે: શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા પૂણે એરપોર્ટ પર પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાન બન્યા બાદ વડા પ્રધાન સાથેની તેમની આ પ્રથમ મુલાકાત હતી. વડા પ્રધાન પોલીસ દળના ડિરેક્ટર જનરલો અને ઈન્સ્પેક્ટર જનરલોની રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા પૂણે છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં રાજ્ય પોલીસ દળો, કેન્દ્રીય તપાસ અને ગુપ્તચર એજન્સીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ ભેગા થઈને આંતરિક સુરક્ષાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરશે.

રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાનને મળ્યા પછી મુંબઇ જવા રવાના થયાં હતાં. પીએમ મોદી એરપોર્ટ પર પહોંચ્યાં ત્યારે પૂર્વ મુખ્યમંત્રી અને હવે વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.