‘ત્રણ આધુનિક વાર્તાકાર’: અકાદમીના ઉપક્રમે વાર્તાપઠન, સંવાદ કાર્યક્રમ

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ‘માટુંગા પ્રિમિયર સ્કૂલ’ તથા ‘કલમના કસબી સાહિત્ય પરિવાર’ના સહયોગમાં વાર્તાપઠન તથા સંવાદના એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. એમાં મુંબઈના ત્રણ વાર્તાકાર – કિશોર પટેલ, સમીરા પત્રાવાલા અને સંદીપ ભાટિયા પોતાની વિશિષ્ટ વાર્તા રજૂ કરશે તથા કાર્યક્રમના સંચાલક સંજય પંડ્યા સાથે વાર્તાના કસબની, પાત્રાલેખનની, પરિવેશની વાતો પણ કરશે.

(ડાબેથી જમણે) કિશોર પટેલ, સમીરા પત્રાવાલા અને સંદીપ ભાટિયા

છેલ્લા ત્રણ ચાર દાયકામાં ગુજરાતી ટૂંકી વાર્તાક્ષેત્રે આવેલા બદલાવની વાત પણ આ ત્રણેય વાર્તાકાર સાથે થશે. હાજર શ્રોતાઓ પણ પ્રશ્નો પૂછી શકશે.

આ કાર્યક્રમ ૧૦ સપ્ટેમ્બર રવિવાર, સાંજે ૫.૩૦ વાગ્યે માટુંગા પ્રિમિયર સ્કૂલ, સૂર્વે બિલ્ડિંગ, ભીમાણી સ્ટ્રીટ, માટુંગા માર્કેટ પાસે, રેલવે સ્ટેશનની સામે, માટુંગા (પૂર્વ) સરનામે યોજાયો છે. માટુંગા પ્રિમિયર સ્કૂલના ચેરમેન પ્રહલાદભાઈ આચાર્ય, ટ્રસ્ટી રીટા પંકજ જોષી તથા કલમના કસબી સાહિત્ય પરિવારના જીજ્ઞા કપુરિયા ‘નિયતી’એ  અકાદમીના આ જાહેર કાર્યક્રમમાં હાજર રહેવા સર્વને નિમંત્રણ પાઠવ્યું છે.