મુંબઈઃ વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર ચાર વર્ષના સમયગાળા બાદ ફરી મુંબઈની મુલાકાતે આવશે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા મુંબઈમાં 25-27 ફેબ્રુઆરી દરમિયાન કાર્યક્રમ યોજવામાં આવશે. વૈશ્વિક શાંતિ અને સદ્દભાવ માટે શાંતિ મંત્રના સામૂહિક જાપ, મહાસત્સંગમાં હજારો લોકો સામેલ થશે. 25 ફેબ્રુઆરીએ ગોરેગાંવના વિષ્ણુ હનુમાન મેદાન ખાતે સાંજે 7-9 વચ્ચે ગુરુદેવની ઉપસ્થિતિમાં મહાસત્સંગ યોજાશે. તે સંધ્યા જ્ઞાન, સંગીત અને ઉત્સવથી ભરપૂર હશે.
26 ફેબ્રુઆરીએ વરલીના ડોમ, એનએસસીઆઈ ખાતે વિજ્ઞાન ભૈરવ નામક પ્રાચીન ગ્રંથનાં છૂપાં રહસ્યોને પ્રગટ કરશે. 27 ફેબ્રુઆરીએ ગુરુદેવની અધ્યક્ષતા હેઠળ થાણેના ઢોકલી વિસ્તારસ્થિત હાઈલેન્ડ ગ્રાઉન્ડ ખાતે મહા રુદ્રપૂજા વૈદિક સમારોહ યોજાશે.
ગુરુદેવની મુંબઈ યાત્રા એમના મહારાષ્ટ્રના પ્રવાસનો હિસ્સો છે. મહિનાના આરંભમાં તેમણે કોલ્હાપુર, નાંદેડ, તુલજાપુર, પુણેની મુલાકાત લીધી હતી.