મુંબઈઃ ક્રિકેટના દિગ્ગ્જ સચિન તેન્ડુલકર વૈશ્વિક ઇન્ટિરિયર સોલ્યુશન્સ સેગમેન્ટની અગ્રણી હેફેલની ભારતીય સબસિડિયરી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાછે. કંપની ઇન્ટિરિયર સોલ્યુશન્સ સેગમેન્ટમાં 100 વર્ષથી કામગીરી કરી રહી છે. કંપની એના કમિટમેન્ટ, ગુણવત્તા અને મૂલ્ય માટે માટે જાણીતી છે. આંતરરાષ્ટ્ર્રીય સ્તરે સચિન તેંડુલકર ‘ગોડ ઓફ ક્રિકેટ’ તરીકે જાણીતા છે અને 20 વર્ષની કેરિયરમાં તેનું પર્ફોર્મન્સ અદ્વિતીય રહ્યું છે. તેની કારકિર્દી કંપની સાથે મેળ ખાતી છે. કંપનીના પરિવારમાં સચિનને આવકાર આપતાં કંપનીના સાઉથ એશિયાના MD ફ્રેન્ક શ્રોડરે કહ્યું હતું કે અમારું માનવું છે કે બ્રાન્ડના મૂલ્યના ઉદ્દેશને આગળ વધારવા માટે તે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એકદમ યોગ્ય છે. ખાસ કરીને ગ્રાહકો ઇન્ટિરિયર સોલ્યુશન્સનાં સમાધાનોને શોધવા માટે તે પ્રોત્સાહિત કરશે. કંપની પરિવાર સચિનનું સ્વાગત કરતા ગર્વ અનુભવે છે. અમારી બ્રાન્ડ માટે તે એકદમ યોગ્ય વ્યક્તિ છે. ખાસ કરીને ફૂડ અને કૂકિંગ માટે તેનું ઝનૂન કાબિલેદાદ છે, એમ તેમણે કહ્યું હતું.
હું કંપની સાથે ભાગીદારી કરતાં બહુ ખુશ છું. અમે સાથે યાત્રા એટલે શરૂ કરી હતી, કેમ કે અમારી બંનેની ટીમો વચ્ચે ઘણુંબધું સામ્ય છે. મને ભોજન અને કુકિંગનો શોખ છે, એ સારી રસોઈ દરેક પરિવારને સ્વાદિષ્ટ ખુશી આપી શકે છે. ભારતીય યુવા દરેક કામને સર્વશ્રેષ્ઠ બનાવવાની અપેક્ષા રાખે છે. હું SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટ (SRTSM) અને હેફેલેની ટીમોને શુભકામનાઓ આપું છું અને અમે અમારા ઉદ્દેશોને પૂરા કરવા માટે કામ કરવાનું જારી રાખીશું, એમ સચિન તેંડુલકરે કહ્યું હતું.