પાલઘરના કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટઃ પાંચ કામદાર ઘાયલ

મુંબઈઃ નજીકના પાલઘર જિલ્લામાં ગઈ કાલે મોડી રાતે બોઈસર તારાપુર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એક કેમિકલ પ્લાન્ટમાં જબ્બર ધડાકો થતાં અને તેને કારણે આગ લાગતાં પાંચ જણ ઘાયલ થયા છે, જેઓ કંપનીના કામદારો છે.

ભારત કેમિકલ્સ નામની કંપનીના પ્લાન્ટમાં ધડાકો થયો હતો, પરંતુ અગ્નિશમન દળના જવાનો આગને બુઝાવવામાં સફળ થયા છે. ઘાયલ થયેલાઓને થૂન્ગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધડાકાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.