ઓવૈસીના પડકારનો ઉ.પ્ર.-CM યોગી આદિત્યનાથે સ્વીકાર કર્યો

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં 2022માં નિર્ધારિત વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથને હું અને મારી પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ મુસ્લીમીન (AIMIM) ફરીથી મુખ્ય પ્રધાન બનવા નહીં દઈએ એવા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કરેલા પડકારનો ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે ઝીલી લીધો છે અને કહ્યું છે કે એમની પાર્ટીના કાર્યકરો ઓવૈસીના આ પડકારનો સ્વીકાર કરે છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજય બાદ આદિત્યનાથે ઉપર મુજબનું નિવેદન કર્યું છે.

ઓવૈસીના નિવેદનના પ્રત્યાઘાતમાં આદિત્યનાથે કહ્યું કે ઓવૈસી આપણા દેશના એક મોટા નેતા છે. 2022ની વિધાનસભા ચૂંટણી માટે જો એ ભાજપને પડકારતા હોય તો ભાજપના કાર્યકરો એમના પડકારનો સ્વીકાર કરે છે.