મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ કોજેન્સિસ ઈન્ફોર્મેશન સર્વિસીસ લિમિટેડના સહયોગમાં વિશેષ ઈન્વેસ્ટર પોર્ટલ https://iinvest.cogencis.com શરૂ કર્યું છે, જેથી રોકાણકારો વ્યવસ્થિત જાણકારીપૂર્ણ નિર્ણયો લઈ શકે. પોર્ટલનો હેતુ લિસ્ટેડ કંપનીઓ વિશે માહિતી મેળવવા માટે એકીકૃત નેવિગેટ કરવા માટે ઉપયોગમાં સરળ અને સાહજિક ઇન્ટરફેસ પૂરા પાડવાનો છે. આ પોર્ટલ રોકાણકારોને ડ્યુ ડિલિજન્સ કરવા, બજારની કામગીરીને ટ્રેક કરવાનાં સાધન અને માહિતી માટે સ્ક્રીન પૂરાં પાડશે.
એનએસઈએ રોકાણકારોને પોર્ટલ વિશેના તેમના પ્રતિભાવ જણાવવાનું કહ્યું છે, રોકાણકારો તેમનો પ્રતિભાવ આપવા iinvest@cogencis.com ઈન્વેસ્ટર પોર્ટલની લિન્ક એનએસઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
પોર્ટલની વિશિષ્ટતાઓમાં તેના પર મુખ્ય ઈન્ડાયસીસ, સ્ટોકની મુવમેન્ટ્સ, છેલ્લામાં છેલ્લા સમાચાર, આગામી આઈપીઓઝ, વગેરે અંગેની માહિતી રિયલ ટાઈમ ધોરણે અપટેડ થતી રહેશે. ઈન્ટરફેસ એવો રાખવામાં આવ્યો છે કે શેરબજારમાં નવા હોય એવા રોકાણકારો પણ સરળપણે માહિતી પ્રાપ્ત કરી શકશે. આ સિવાય કંપનીઓ વિશેનો અતિ વિસ્તૃત ડેટા પૂરો પડાશે. વળી, પોર્ટલ પર રોકાણકારોને એવાં એનાલિટિક્લ ટૂલ્સ પૂરાં પાડવામાં આવ્યા છે, જેના દ્વારા રોકાણકારો તેમની પસંદગીની માહિતી અને કસ્ટમ બેઝ્ડ સ્ક્રીન્સ પ્રાપ્ત કરી શકે છે.