ઈન્વેસ્ટરોને એનએસઈની ચેતવણી

મુંબઈઃ રોકાણકારો છેતરપિંડીનો અને અન્ય લોકોના ગેરકાનૂની કૃત્યનો ભોગ બનતાં અટકે એ માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ ગેરકાનૂની વેપાર કરતા લોકો અને તેમના ફોન નંબરો જાહેર કરતું રહે છે એ ક્રમમાં એક્સચેન્જે જણાવ્યું છે કે “ટાઈટેનિયમ એન્ટરપ્રાઈઝીસ” મારફત કામ કરતી “શ્રેયા” નામની વ્યક્તિ રોકાણકારોને મૂડીરોકાણ પર ગેરન્ટેડ વળતર ઓફર કરી રહી છે અને રોકાણકારોને તેમનાં ટ્રેડિંગ એકાઉન્ટ હેન્ડલ કરવાની પણ ઓફર કરી રહી છે. આ વ્યક્તિ મોબાઈલ નંબર ‘9099645054” મારફત ઓપરેટ કરે છે અને ઈન્વેસ્ટરોને એમની વિગતો શેર કરવા જણાવે છે.

ઈન્વેસ્ટરોને આ સાથે ચેતવવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે તેમણે શેરબજારમાં ગેરન્ટેડ વળતરની ખાતરી આપતી કોઈ પણ વ્યક્તિ કે કંપની દ્વારા ઓફર કરાતી સ્કીમ કે પ્રોડક્ટમાં સહભાગી ન થાય, કારણ કે કાયદા અનુસાર આ પ્રતિબંધિત છે. ઈન્વેસ્ટરોએ આવી વ્યક્તિઓને ક્યારેય યૂઝર આઈડી, પાસવર્ડ જેવી પોતાની ટ્રેડિંગ વિગતો શેર કરવી નહીં.

આવી પ્રતિબંધિત યોજનાઓ સંબંધિત કોઈ પણ વિવાદ માટે ઈન્વેસ્ટરોને નિમ્નલિખિતમાંથી કોઈ પણ સહારો ઉપલબ્ધ નહીં થાય.

  1. એક્સચેન્જના કાર્યક્ષેત્ર હેઠળ ઈન્વેસ્ટર પ્રોટેક્શનના લાભ
  2. એક્સચેન્જ ડિસ્પ્યૂટ રિઝોલ્યૂશન મિકેનિઝમ
  3. એક્સચેન્જ દ્વારા સંચાલિત ઈન્વેસ્ટર ગ્રીવન્સ રીડ્રેસલ મિકેનિઝમ