મુંબઈઃ શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આવતીકાલ, શુક્રવાર માટે ભારતીય હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ ચેતવણી બહાર પાડી છે. આ ચેતવણી પડોશના નવી મુંબઈ શહેર અને થાણે અને પાલઘર જિલ્લાઓ માટે પણ લાગુ પડે છે.
પાલઘર જિલ્લાના દહાણુ તાલુકાના ચારોટી ગામમાં ભારે વરસાદને કારણે એક ઘરનો હિસ્સો તૂટી પડતાં બે વ્યક્તિ પૂરનાં પાણીમાં તણાઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. હવામાન વિભાગે 9 જુલાઈ સુધી રાયગડ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ ચેતવણી ઈસ્યૂ કરી છે.
