કોરોના-બૂસ્ટર ડોઝ માટે 104 કેન્દ્રો શરૂ કરાયા

મુંબઈઃ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ જાહેરાત કરી છે કે 18 વર્ષથી ઉપરની વયનાં તમામ નાગરિકોને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના પ્રીકોશન (બૂસ્ટર) ડોઝ મફત આપવામાં આવશે. એ માટે આજથી 104 વેક્સિનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે જે 30 સપ્ટેમ્બર સુધી, એટલે કે 75 દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.

જે લોકોએ એમની કોરોના-રસીનો બીજો ડોઝ લઈ લીધા બાદ 26 અઠવાડિયાનો સમયગાળો પૂરો કરી લીધો હશે તેઓ જ મફત પ્રીકોશન ડોઝના લાભાર્થી બની શકશે. મુંબઈમાં અત્યાર સુધીમાં 9.92 લાખ લોકોએ પ્રીકોશન ડોઝ લઈ લીધો છે.