અલ્ટીમેટ ખો-ખો સીઝન-1 માટે 143 ખેલાડીઓની પસંદગી

મુંબઈઃ દેશની પરંપરાગત રમત ખો-ખો એક નવા યુગમાં પ્રવેશવા માટે સજ્જ થઈ ગઈ છે. પુણે શહેરમાં આવતા મહિનાથી શરૂ થનારી અલ્ટીમેટ ખો-ખો સ્પર્ધાના પ્રારંભિક ચરણ માટે છ ફ્રેન્ચાઈઝી ટીમો દ્વારા 143 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

છ ફ્રેન્ચાઈઝી ટીમ છેઃ ગુજરાત જાયન્ટ્સ, ચેન્નાઈ ક્વિક ગન્સ, તેલુગુ યોદ્ધાઝ, જુગરનોટ્સ ઓડિશા, રાજસ્થાન વોરિયર્સ અને મુંબઈ ખિલાડીઝ.

દેશની આ પ્રથમ ફ્રેન્ચાઈઝ-આધારિત ખો-ખો લીગને ડાબર ઈન્ડિયાના ચેરમેન અમિત બર્મન પ્રમોટ કરી રહ્યા છે. એ માટે તેમને ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. સ્પર્ધા 14 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બાલેવાડી સ્ટેડિયમમાં રમાશે.

28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 240 રજિસ્ટર્ડ ખેલાડીઓએ ડ્રાફ્ટ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય મેચોમાં, રાષ્ટ્રીય સ્પર્ધામાં એમના દેખાવના આધારે એમને ચાર કેટેગરીમાં વહેંચી દેવાયા હતા.

ગુજરાત જાયન્ટ્સ ટીમ આ મુજબ છેઃ

રંજન શેટ્ટી, પી. શિવારેડ્ડી, મારેપ્પા, સુયશ ગર્ગટે, સાગર પોતદાર, ટી. જગન્નાથ દાસ, રુતિશભાઈ બરડે, અભનંદન પાટીલ, અક્ષય બંગારે, સાગર લેંગારે, મનોજ સરકાર, ધીરજ ભાવે, એસ. કેવિન રાજ, વિનાયક પોકાર્ડે, ગોવિંદ ભટ્ટ, ચિન્મય નંદી, શુભમ ઝાંભળે, એસ. સરથકુમાર, અજયકુમાર માન્ડ્રા, અનિકેત પોટે, નિલેશ પાટીલ, સલીમ ખાન, દેવેન્દ્ર નાથ અને પ્રફુલ ભાંગે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]