મુંબઈમાં ગોદીમાં નૌકાદળના જહાજમાં આગ લાગી; એકનાં મરણનો અહેવાલ

0
568

મુંબઈ – અહીં દક્ષિણ મુંબઈમાં આવેલી મઝગાંવ ગોદીમાં આજે ભારતીય નૌકાદળના એક ખાલી યુદ્ધજહાજની અંદર આગ લાગી હતી. જહાજનું નામ છે ‘INS વિશાખાપટ્ટનમ’.

આ ઘટના આજે સાંજે લગભગ 5.45 વાગ્યે બની હતી.

જાણ થતાં તરત જ પાંચ ફાયર એન્જિન્સ અને ચાર વોટર ટેન્કર સાથે અગ્નિશામક દળના જવાનો ત્યાં પહોંચી ગયા હતા.

અંદર ફસાઈ ગયેલા એક જણનું મૃત્યુ થયું હોવાનો અહેવાલ છે.

આગ જહાજના બીજા અને ત્રીજા માળ પર લાગી હતી. આગ બુઝાવવામાં નૌકાદળના ફાયર ફાઈટર જવાનો પણ સામેલ થયા હતા.