અમિતાભનો નવો લુક સોશિયલ મિડિયા પર વાયરલ

મુંબઈ – બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની નવી ફિલ્મ આવી રહી છે ‘ગુલાબો સિતાબો’.

આ ફિલ્મનું શૂટિંગ હાલ લખનઉમાં ચાલુ છે.

આ ફિલ્મમાં બિગ બીનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે અને એ લુક હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે અને એની સતત ચર્ચા થઈ રહી છે.

નવા લુકમાં અમિતાભના ચહેરા પર મોટા ચશ્મા પહેર્યા, નાક લાંબું છે અને દાઢી મોટી બતાવવામાં આવી છે. એ જરાય ઓળખાતા નથી.

આ નવા લુકને ઈન્ટરનેટ પર લોકોએ વખાણ્યો છે.

‘ગુલાબો સિતાબો’ એક કોમેડી ફિલ્મ છે. સુજિત સરકાર દિગ્દર્શિત આ ફિલ્મમાં અમિતાભ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં એમની સાથે આયુષ્માન ખુરાના પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

આ ફિલ્મ 2020ની 24 એપ્રિલે રિલીઝ થવાની ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]