NSEના વિવિધ ઇન્ડાયસિસની યાદીમાં મોટા ફેરફાર અમલી બનશે

મુંબઈઃ નેશનલ સ્ટોક એકસચેંજની કંપની NSE ઇન્ડાયસિસ લિમિટેડની ઇન્ડેક્સ મેઇનટેનન્સ સબ-કમિટી (ઈક્વિટી)એ તેની સમયાંતરે કરાતી પુનર્સમીક્ષાને અંતે વિવિધ ઇન્ડાયસિસમાંના સ્ટોક્સને બદલવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફાર 28 માર્ચથી અમલમાં આવશે.

  1. બ્રોડ માર્કેટ ઇન્ડાયસિસમાં અર્ધવાર્ષિક પુનર્સમીક્ષાને અંતે નિફ્ટી 50માંથી યુપીએલને બહાર કરીને શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ કરવામાં આવશે.
  2. નિફ્ટી નેક્સ્ટ 50માંથી પાંચ કંપનીઓ અદાણી વિલ્મર, મુથુટ ફાઇનાન્સ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને શ્રીરામ ફાઈનાન્સને બહાર કરીને અન્ય પાંચ કંપનીઓ અદાણી પાવર, ઇન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન, જિયો ફાઈનાન્સિયલ સર્વિસિસ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને આરઈસીનો સમાવેશ કરવામાં આવશે.
  3. નિફ્ટી 500 ઈન્ડેક્સમાંથી 34 કંપનીઓ દૂર કરવામાં આવશે, જેમાં આરતી ડ્રગ્સ, જી આર ઈન્ફ્રા, ગુજરાત એલ્કલીઝ, ઈન્ગરસોલ રેન્ડ, જમના ઓટો, લક્ષ્મી મશીન, ફાઈઝર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, રેઈન, રેલિઝ, ટીટીકે પ્રેસ્ટિજ, વિ-ગાર્ડ, વિનાતી ઓર્ગેનિક્સ, ઝાયડસ વેલનેસ અને અન્યોનો સમાવેશ થાય છે.

ઉક્ત 34 કંપનીઓને સ્થાને અન્ય 34 કંપનીઓનો સમાવેશ નિફ્ટી 500 ઈન્ડેક્સમાં કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે એક્શન કંસ્ટ્રક્શન્સ, આનંદ રાઠી, એસ્ટ્રાઝેનેકા ફાર્મા, સેલો, ચેન્નઈ પેટ્રોલિયમ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ, હેમાદ્રિ સ્પેશિયાલિટી કેમિકલ્સ, ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી, જિયો ફાઈનાન્સિયલ, જેએસડબ્લ્યુ ઈન્ફ્રા, મહારાષ્ટ્ર સીમલેસ, નુવાસા વેલ્થ અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. આ ફેરફાર નિફ્ટી-500 મલ્ટીકેપને 50:25:25 ઈન્ડેક્સને પણ લાગુ પડશે.

  1. નિફ્ટી 100માંથી પાંચ કંપનીઓ અદાણી વિલ્મર, મુથુટ ફાઈનાન્સ, પીઆઈ ઈન્ડ., પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને યુપીઆઈને બહાર કરી અદાણી પાવર, ઇન્ડિયન રેલવે ફાઈ., જિયો ફાઈ., પાવર ફાઈ. અને આરઈસીનો સમાવેશ કરવામાં આવશે.
  2. નિફ્ટી મિડકેપ 150 ઈન્ડાયસીસમાંથી 14 કંપનીઓ બહાર કરીને અન્ય 14 કંપનીઓ ઉમેરવામાં આવશે.
  3. નિફ્ટી સ્મોલકેપ 250 ઈન્ડેક્સમાંથી વર્તમાન 36 કંપનીઓને બદલવામાં આવશે.
  4. નિફ્ટી મિડકેપ સિલેક્ટની ચાર કંપનીઓ અબોટ ઈન્ડિયા, બાલકૃષ્ણ ઈન્ડ., બંધન બેંક અને પાવર ફાઈ.ને બહાર કરી, લુપિન, પીઆઈ ઈન્ડ., યુપીઆઈ અને વોડાફોન આઈડિયાનો સમાવેશ કરવામાં આવશે.
  5. નિફ્ટી મિડકેપ 50માંની 10 કંપનીઓને બદલવામાં આવશે અને જે સ્ક્રિપ્સનો સમાવેશ કરાશે, તેમાં મુખ્યત્વે ભેલ, એલએન્ડટી ફાઈ., મેક્સ હેલ્થકેર, પીઆઈ ઈન્ડ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ્સ અને યસ બેન્કનો સમાવેશ થાય છે.
  6. નિફ્ટી મિડકેપ 100માંની 13 કંપનીઓ બદલવામાં આવશે.
  7. નિફ્ટી સ્મોલકેપ 50માંની 23 સ્ક્રિપ્સને બહાર કરી અન્ય 23નો સમાવેશ કરવામાં આવશે.
  8. નિફ્ટી સ્મોલકેપ 100માંની 26 સ્ક્રિપ્સને બદલવામાં આવશે.

આ સિવાય નિફ્ટી 200, નિફ્ટી લાર્જ મિડકેપ 250, નિફ્ટી મિડ સ્મોલકેપ 400, નિફ્ટી મિડકેપ 250 અને નિફ્ટી ટોટલ માર્કેટની સ્ક્રિપ્સ અને સેક્ટોરિયલ ઈન્ડાયસીસની યાદીમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે.