‘મસ્જિદોમાં-અઝાન માટે કાયદેસર અવાજ-મર્યાદામાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરો’

મુંબઈઃ મસ્જિદના લાઉડસ્પીકરોમાંથી વગાડવામાં આવતી અઝાન સામે પોતે હનુમાન ચાલીસા વગાડશે એવું નિવેદન કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના વડા રાજ ઠાકરેએ ખળભળાટ મચાવ્યો છે ત્યારે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વલસે-પાટીલે મસ્જિદોના સંચાલકોને કહ્યું છે કે તેઓ કાયદેસર પરવાનગીને પાત્ર અવાજ-મર્યાદાની અંદર રહીને અઝાન માટે લાઉડસ્પીકરોનો ઉપયોગ કરે. આ જાણકારી શિવસેના પાર્ટીના નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે આપી છે.

ગૃહ પ્રધાન પાટીલે અઝાન વગાડવા માટે અવાજનું સ્તર કેટલું હોવું જોઈએ એ દર્શાવતી એક નોટિસ પણ બહાર પાડી છે, જેથી મસ્જિદોના સંચાલકોને તે ખ્યાલમાં રહે.