મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં મુખ્ય જેલોમાં દેખરેખ રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જેલોમાં વ્યવસ્થાતંત્રને આધુનિક સ્વરૂપ આપવા માટે સરકારે એક ઝુંબેશ ઘડી છે જે અંતર્ગત રૂ. ચાર કરોડના ખર્ચે ડ્રોન અને એક્સ-રે બેગેજ ઈન્સ્પેક્શન સિસ્ટમ ખરીદવામાં આવશે.
સરકાર રૂ. 1.8 કરોડના ખર્ચે માઈક્રો અનમેન્ડ એરિયલ વેહિકલ્સ (કેમેરા લગાડેલા ડ્રોન) અને રૂ. 1.94 કરોડના ખર્ચે એક્સ-રે બેગેજ ઈન્સ્પેક્શન સિસ્ટમ ખરીદશે. રાજ્યના ગૃહ મંત્રાલયે આ ખર્ચ મંજૂર કર્યો છે. કેદીઓની સલામતી વ્યવસ્થા પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. કેદીઓની પ્રવૃત્તિઓ પર નિરીક્ષણ રાખવામાં પણ આ ડ્રોન ઉપયોગી થશે.