મુંબઈ-અમદાવાદ હાઈવે પર મોટરસાઈકલ સાથે ટ્રક અથડાતાં 3નાં મરણ

મુંબઈઃ પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર આજે સવારે એક ટ્રકે એક મોટરસાઈકલને ટક્કર મારતાં તેની પર સવાર થયેલા ત્રણેય જણનું કરૂણ મરણ નિપજ્યું હતું. એ ત્રણેય જણ મોટરસાઈકલમાં પેટ્રોલ ભરાવવા જતા હતા. પેટ્રોલ પમ્પમાં પ્રવેશ કરવા એમણે જેવો ટર્ન લીધો હતો કે એક ટ્રેક્ટર ટ્રેલરે એમને પટકી દીધા હતા. ટ્રેક્ટર ટ્રેલરનો ડ્રાઈવર તરત જ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં પોલીસે એને શોધીને કસ્ટડીમાં લીધો છે. મૃતકોના નામ છેઃ કાકડ્યા રાંધે (44), સ્વપ્નીલ રાંધે (24) અને વિષ્ણુ કાન્હાત (28). આ ત્રણેય જણ તલાસરી તાલુકાના રહેવાસી હતા.

આ અકસ્માત મુંબઈથી આશરે 120 કિ.મી. દૂર દહાણુ તાલુકાના ચારોટી ચેક-પોસ્ટ નજીક બન્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]