કરિશ્મા તન્નાએ વેપારી વરુણ બંગેરા સાથે-સગાઈ-કરીઃ અહેવાલ

મુંબઈઃ ઈટાઈમ્સના અહેવાલ મુજબ, અભિનેત્રી કરિશ્મા તન્નાએ વરુણ બંગેરા નામના વેપારી સાથે સગાઈ કરી છે. બંને જણ કેટલાક વખતથી એકબીજાંને ડેટિંગ કરતાં હતાં. આજે સગાઈ કરી છે. સગાઈનો પ્રસંગ બંનેનાં પરિવારજનો તથા નિકટનાં મિત્રોની હાજરીમાં યોજાયો હતો. જોકે કરિશ્માએ સત્તાવાર રીતે સગાઈની જાહેરાત કરી નથી. ગયા ઓગસ્ટમાં, કરિશ્માએ વરુણની એક તસવીર સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કરી હતી અને એને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.

કરિશ્માએ 2001માં ટીવી સિરિયલ ‘સાસ ભી કભી બહુ થી’ સાથે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. બાદમાં એ ‘ફીયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 10’માં વિજેતા બની હતી. બોલીવુડમાં, એ ‘દોસ્તીઃ ફ્રેન્ડ્સ ફોરએવર’, ‘ગ્રાન્ડ મસ્તી’, ‘સંજુ’ ફિલ્મોમાં ચમકી હતી.