કોસ્ટ ગાર્ડે સળગતા જહાજમાંથી 15ને બચાવી લીધા

મુંબઈઃ અરબી સમુદ્રમાં મુંબઈ કાંઠા નજીક ગઈ કાલે એક સપ્લાય જહાજ ‘ગ્રેટશિપ રોહિણી’ પર આગ ફાટી નીકળી હતી ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડે 15 ખલાસીઓને બચાવી લીધા હતા. બચાવ કામગીરી માટે વિમાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. કોસ્ટ ગાર્ડના જહાજો – સમર્થ અને સમુદ્ર પ્રહરી, કોસ્ટ ગાર્ડના ડોર્નિયર વિમાન, ટગ બોટ્સના સંયુક્ત પ્રયાસોને લીધે જહાજ પરની આગને બુઝાવી શકાઈ હતી.

જહાજ પર 18 ખલાસીઓ હતા. એમાંના 15ને બચાવી લેવામાં આવ્યા છે, બાકીના ત્રણ ખલાસીના મૃતદેહ પાછળથી મળી આવ્યા હતા.