મુંબઈઃ કોરોનાવાઈરસ મહામારીએ સર્જેલા અભૂતપૂર્વ સંકટને ધ્યાનમાં રાખીને કે.ઈ.એસ. (કાંદિવલી એજ્યૂકેશન સોસાયટી) સંચાલિત ‘ગુજરાતી ભાષાભવન’, ‘પરિવર્તન પુસ્તકાલય’ અને ‘સંવિત્તિ’ના સહઆયોજનમાં એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દોઢેક વરસથી દુનિયાભરમાં લોકો કોવિડ-૧૯ નામના વાઈરસના પડકારનો સામનો કરી રહયા છીએ. કોરોનાની બે લહેર બાદ હજી ત્રીજી લહેર પણ હાલ માથે મંડાઈને ઊભી છે. આ સંજોગોમાં લોકો શરીરની ગંભીર માંદગીની સાથે-સાથે માનસિક માંદગી અને તણાવનો પણ સતત સામનો કરી રહ્યાં છીએ. લોકોની ચિંતા,અંધવિશ્વાસ વધતા રહ્યા છે. સામાજીક જનજીવન અને વ્યવહારો પર અંકુશો આવી જવાથી લોકોનાં મનની દશા કથળી છે, ભાવિ ચિંતા લોકોનાં દૈનિક જીવન સામે પડકાર અને અડચણ ઊભી કરી રહી છે. લોકોનાં સામાન્ય જીવનમાં આવેલા ધરખમ પરિવર્તનના આ સમયમાં સ્વયંને તૈયાર કરવા અને મનને કેળવવા શું કરવાની જરુર છે એ વિશે જાણીતા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ પૂર્વી અંકુર જાદવ સરળ શૈલીમાં માર્ગદર્શન આપશે અને શ્રોતાઓનાં સવાલોના જવાબ આપશે.
કાર્યક્રમનો સમય: શનિવાર તા.18 મી સપ્ટેમ્બર, 2021 સાંજે 5.30 થી 7.30
કાર્યક્રમનું સ્થળ: કેઈએસ જયંતિલાલ એચ. પટેલ લૉ કૉલેજ, બીજા માળે, ભોગીલાલ ફડિયા રોડ, કાંદિવલી રિક્રીએશન કલબની નજીક, કાંદિવલી-વેસ્ટ, મુંબઈ.
(નોંધ: બેઠક વ્યવસ્થા વહેલો તે પહેલો ધોરણે. કોરોના સંબંધી નિયમોનું માસ્ક પહેરીને પાલન કરવાનું રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઈચ્છનારે આગોતરી જાણ કરવા વિનંતિ)