પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા સામે 1,500-પાનાંની ચાર્જશીટ

મુંબઈઃ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી વિભાગે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા સામે પોર્નોગ્રાફી કેસના સંબંધમાં 1,500 પાનાંનું પૂરક આરોપનામું શહેરની એસ્પ્લેનેડ કોર્ટમાં નોંધાવ્યું છે.

આ આરોપનામામાં શિલ્પા શેટ્ટી સહિત 43 સાક્ષીદારોનાં નિવેદનો નોંધવામાં આવ્યા છે. અભિનેત્રીઓ શર્લીન ચોપરા, સેજલ શાહ ઉપરાંત ઘણી મોડેલ યુવતીઓ, કુન્દ્રાની કંપનીના કર્મચારીઓનાં નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. કેસમાં બે જણને આરોપી દર્શાવવામાં આવ્યા છે. રાજ કુન્દ્રાને મુખ્ય આરોપી દર્શાવાયો છે. શિલ્પા શેટ્ટીએ નિવેદન એમ કહ્યું હોવાનું મનાય છે કે, ‘હું મારાં પતિને પૂછતી નથી કે એ શું કરે છે?’