અનેક પ્રતિષ્ઠિત ફિલ્મ સ્ટાર્સના એક્ટિંગ ગુરુ રોશન તનેજાનું નિધન

મુંબઈ : બોલિવૂડમાં એક્ટિંગ ગુરુના નામથી જાણીતા રોશન તનેજાનું નિધન થયું છે. 87 વર્ષની ઉંમરે રોશન તનેજા આ દુનિયાને અલવિદા કહી દીધી છે. તેમના નિધનથી બોલિવૂડ શોકની લાગણી અનુભવી રહ્યું છે. તેમના પરિવારના સભ્યો દ્વારા જ નિધનના સમાચારની જાહેરાત કરવામાં આવી હતી. હવે રોશન સાહબ આ દુનિયામાં રહ્યાં નથી. આપને જણાવી દઇએ કે, રોશન લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યાં હતાં.

બોલિવૂડના ફિલ્મ સ્ટારો રોશન તનેજાને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. રોશન તનેજાના પુત્ર રોહિત તનેજાએ જણાવ્યું કે, લાંબી બીમારી બાદ શુક્રવારે રાત્રે 9.30 વાગ્યે મારા પિતાનું નિધન થઇ ગયું છે. આ દુખ:દ સમાચાર બાદ ટ્વિટર પર બોલિવૂડ એક્ટર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

રોશન તનેજા વર્ષ 1960થી એક્ટિંગ શીખવતા હતાં. તેમણે ઘણાં દિગ્ગજ કલાકારોને ટ્રેઇન કર્યા છે અને તેમને એક ઓળખ આપી છે. તેમણે જયા બચ્ચન, શબાના આઝમી, નસરુદ્દીન શાહથી લઇને અનિલ કપૂર અને શત્રુઘ્ન સિન્હા જેવાં કલાકારોને એક્ટિંગ શીખવી છે.

શબાના આઝમીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘રાત્રે એક ખરાબ સમાચાર આવ્યા, રોશન તનેજા હવે આ દુનિયામાં નથી રહ્યાં, તે FTIIમાં મારા ગુરુ હતાં. તે એક એવાં વ્યક્તિ હતાં જેમને હું હમેશાં પગે લાગતી હતી. હું સૌભાગ્યશાળી છું કે મને રોશન સાહેબે ટ્રેઇન કરી. મારી સંવેદનાઓ દીદી અને તેમનાં પરિવારની સાથે છે. RIP તનેજા સર’

રાકેશ બેદી લખે છે કે, મારા માટે આ એક ખૂબ જ ખરાબ સમાચાર છે, મારા ગુરુ રોશન તનેજાનું નિધન થઇ ગયુ છે. હું મારા કરિયરને માટે હમેશાં તેમનો આભારી રહીશ, RIP

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]