મેરિટની વિરુદ્ધ નથી અનુસૂચિત જાતિ-જનજાતિ અનામતઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું છે કે આ મેરિટ આધાર વ્યવસ્થા વિરુદ્ધ નથી. સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે મેરિટને માત્ર પરીક્ષામાં સારું પ્રદર્શન કરવાના સંકુચિત દાયરામાં ન જોવામાં આવવું જોઈએ. આનો મોટો સામાજિક ઉદ્દેશ્ય સમાજના પછાત વર્ગના લોરો માટે સમાનતા સુનિશ્ચિત કરવાનો પણ છે. કર્ણાટક સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગને અનામત આપવાના આદેશને પૂર્વવત રાખવાનો નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો.

પ્રથમ એવો મોકો છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે વર્ષ 2006માં આ પ્રાવધાનને મંજૂરી આપ્યા બાદ પ્રમોશનમાં આરક્ષણના આદેશને પૂર્વવત રાખ્યો છે. કર્ણાટક પહેલાં ઘણા અન્ય રાજ્યોએ પણ એસસી એસટી વર્ગને પ્રોન્નતિમાં આરક્ષણનો નિયમ બનાવ્યો હતો, પરંતુ કોર્ટથી મંજૂરી ન મળી શકી. કોર્ટે એમ કહીને તેમના નિર્ણયને ફગાવી દીધો હતો કે તેમનો આદેશ 2006માં નક્કી કરવામાં આવેલી શરતો પણ સાચો સાબિત થતો નથી, જેવી રીતે વિભાગવાર અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના લોકોના પ્રતિનિધિનો સર્વે કરવામાં આવવો જોઈએ.

જજમેન્ટ લખનારા જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે અનુસૂચિત જાતિ અને જનજાતિને આરક્ષણ આપવું તે મેરિટોક્રેસી એટલે કે મેરિટને પ્રાથમિકતા વાળી વ્યવસ્થાના સિદ્ધાંતની વિરુદ્ધ નથી. મેરિટને સંકુચિત વર્તુળમાં ન રાખી શકાય અને આને માત્ર પરિક્ષામાં રેન્ક તરીકે ન જોઈ શકાય. આને સમાજમાં સમાનતાને વધારવા તરીકે પણ જોવું જોઈએ. આ સિવાય લોક પ્રશાસનમાં વિવિધતાનો ખ્યાલ પણ રાખવો જોઈએ.

બેંચે કહ્યું કે પરીક્ષામાં પર્ફોર્મન્ટને મેરિટ સાથે જોડવાની વર્તમાન વ્યવસ્થામાં ખામી છે. આને બદલવી જોઈએ. કર્ણાટક સરકારના નિર્ણયને પૂર્વવત રાખવાનો આદેશ આપતા બે સદસ્યીય બેંચે કહ્યું કે મેરિટ વાળા કેન્ડિડેટ તે જ નથી જે સફળ થાય અથવા તો પછી પ્રતિભાશાળી હોય. આ સીવાય તે કેન્ડિડેટ્સ પણ મેરિટ અંતર્ગત માનવામાં આવવા જોઈએ, જેમની નિયુક્તિ અનુસૂચિત જાતિ  અને જનજાતિ સમાજના ઉત્થાનના સંવૈધાનિક ઉદ્દેશ્યોને પૂર્ણ કરે છે.