મલાડમાં રહેણાંક મકાન હોનારતઃ 11નાં મરણ

મુંબઈઃ શહેરમાં ચોમાસું ગઈ કાલથી બેસી ગયું છે અને એ સાથે કારમી વરસાદી દુર્ઘટના પણ સર્જાઈ છે. ગઈ કાલે મોડી રાતે લગભગ 11 વાગ્યે અહીંના મલાડ (વેસ્ટ) ઉપનગરમાં એક રહેણાંક મકાન તૂટી પડતાં 11 જણના મરણ થયા છે અને બીજા 17 જણ ઘાયલ થયા છે. મૃતકોમાં 8 બાળકનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકા (બીએમસી) તરફથી જણાવાયું છે કે બચાવ કામગીરી સવાર સુધી ચાલુ હતી.

એડિશનલ પોલીસ કમિશનર દિલીપ સાવંતના જણાવ્યા મુજબ, ન્યૂ કલેક્ટર કમ્પાઉન્ડમાં આવેલા 3-માળના મકાનનો બીજો અને ત્રીજો માળ બાજુમાં આવેલી એક-માળવાળી ચાલના ઘરો પર પડ્યો હતો. પોલીસ આ બનાવમાં તપાસ હાથ ધરી રહી છે.

(તસવીર સૌજન્યઃ પ્રસાર ભારતી)