દમણ, દીવ અને દાદરાનગર હવેલીને અલગ રાજ્ય બનાવો: રામદાસ આઠવલે

દમણ: કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ બુધવારે દમણની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે દમણ, દીવ અને દાદરાનગર હવેલીને અલગ રાજ્ય બનાવવાની માગ કરી હતી. અલગ રાજ્યમાં વલસાડનો પણ સમાવેશ કરવામાં આવે તેવું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “આવનારા સમયમાં પ્રધાનમંત્રી મોદીને આ અંગે રજૂઆત કરશે. જરૂર પડશે તો આંદોલન પણ કરશે. આ સાથે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.”આગળ તેમણે પાકિસ્તાન માટે કહ્યું કે, “પાકિસ્તાન હંમેશા આતંકને પ્રોત્સાહન આપે છે. આતંકવાદીને ટ્રેનિંગ આપે છે. 370 પછી કાશ્મીરમાં તિરંગા લહેરાયા. ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું. નોકરી નહીં મળવાથી સ્થાનિક લોકો આતંકીપ્રવૃતિ તરફ જતા હતા એમાં સુધારો થયો.” સિંદૂર ઓપરેશન વિશે મંત્રીએ કહ્યું કે, “ટ્રમ્પએ કીધું એટલે સિઝફાયર નથી થયું. ભારતે મૂકેલા પ્રસ્તાવ મંજૂર નહીં થાય તો ફરી યુદ્ધ થઈ શકે છે.”રામદાસ આઠવલેએ દમણ વિશે કહ્યું કે, “દમણ સારુ ટૂરિસ્ટ પ્લેસ છે. એમણે કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે પણ વાત કરી હતી.”