ફરી મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, 19kg ગેસના બાટલામાં 993 રૂપિયા વધ્યા

LPG price hike: 19-kg commercial gas cylinder rate hiked by ₹993

નવી દિલ્હી: દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે, 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.આ વધારા બાદ, દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ હવે ₹3,000 ને વટાવી ગયો છે. જોકે, તેલ કંપનીઓએ ઘરેલુ (14.2 કિલો) સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો નથી, જેનાથી જનતાને રાહત મળી છે. 19 કિલોના સિલિન્ડરના ભાવ વધારા પછી, દિલ્હીમાં એક કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,071.50 પર પહોંચી ગયો છે, જે 1 એપ્રિલના રોજ ₹2,078.50 હતો. આનો અર્થ એ થયો કે 1 મેથી એક સિલિન્ડરનો ભાવ ₹993 વધ્યો છે. આ વધારાથી દેશભરમાં હોટલ અને રેસ્ટોરન્ટના બિલમાં વધારો થશે. અન્ય ખાદ્ય ચીજોના ભાવ પણ વધી શકે છે. વધુમાં, સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે. ચાથી લઈને સમોસા સુધીની દરેક વસ્તુના ભાવ વધી શકે છે.