ખેલમહાકુંભ 2.0નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયા ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં પેરા એશિયન ગેમ્સ 2023માં વિજેતા થયેલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ સિવાય તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ અપાશે.
2010 માં શરૂ થયેલ પ્રથમ ખેલ મહાકુંભમાં 16.5 લાખ જેટલા રમતવીરો જોડાયા હતા, અને આજે ખેલ મહાકુંભ 2.0 માં 66 લાખથી વધુ રમતવીરો જોડાયા છે, આ રેકોર્ડબ્રેક રેજીસ્ટ્રેશન ખેલજગતમાં હજુ વધુને વધુ નવા શિખરો સર કરવાની ગુજરાતીઓની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા વિકિસત… pic.twitter.com/0k5QKVQW5Z
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 27, 2023
ખેલમહાકુંભની વિગતો જાણવા માટે https://khelmahakumbh.gujarat.gov.in/ પર ક્લિક કરી માહિતી મેળવી શકો છે. તદ્પરાંત 1800 274 6151 ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયો છે. અગાઉ ખેલમહાકુંભ માટે રજીસ્ટ્રેશન ખુલ્લુ મૂકાતાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, હવે 35 રમતો ઉપરાંત વુડબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ જેવી નવી 4 રમતો મળી 39 જેટલી રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત અંડર 9 વય જૂથનો સમાવેશ કરાયો છે. ખેલ મહકુંભ 2.0માં રાજ્યકક્ષાની રમતમાં વિજેતા ઉમેદવારોને નેશનલ- ઈન્ટરનેશનલ કક્ષાએ જવા માટે યોગ્ય પ્લેટફેર્મ પૂરું પાડવામાં આવશે.
રમશે ગુજરાત, જીતશે ગુજરાત.
સ્પોર્ટ્સમાં રસ ધરાવતા ઊર્જાવાન લોકો જેની આતુરતાથી રાહ જોતા હતા એ ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ‘ખેલ મહાકુંભ 2.0’નો રાજ્યવ્યાપી શુભારંભ અમદાવાદ ખાતે કરાવ્યો.#KhelMahakumbh pic.twitter.com/ZaniMyyXbA
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 27, 2023
ગૃહ અને રમતગમત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ 2.0માં વિજેતા થનારા ખેલાડીઓને કુલ 45 કરોડ રૂપિયાના ઇનામો આપવામાં આવશે. જો કે, ગયા વર્ષે 55 લાખનું રજિસ્ટ્રેશન હતું. આ ઉપરાંત, એશિયન ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી 5 લાખની રકમ ઈનામ રૂપે અપાશે.
આ પ્રસંગે પોતાની ઉત્કૃષ્ટતા થકી ગુજરાત સહિત ભારતનું નામ વિશ્વભરમાં રોશન કરનાર પેરાએશિયન ગેમ્સ ખેલાડીઓ તેમજ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલ ખેલાડીઓને ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે પોટેન્શિયલ ધરાવતા… pic.twitter.com/t8COTUq00b
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 27, 2023