વિદેશી પ્રવાસીને કચરો ઉપાડતા જોઈને ગુસ્સે થઈ કંગના રનૌત

બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીની સાંસદ કંગના રનૌતે એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વિદેશી પ્રવાસી કચરો ઉપાડતો જોવા મળે છે. આ વીડિયો પર તેણીએ ગુસ્સો વ્યક્ત કર્યો છે.

તાજેતરમાં, અભિનેત્રી-રાજકારણી કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં એક વ્યક્તિ ધોધ પાસે કચરો ઉપાડતો જોવા મળે છે. કેટલાક ભારતીય પ્રવાસીઓ દૃશ્યનો આનંદ માણતા અથવા ફરતા જોવા મળે છે. કચરો ઉપાડ્યા પછી, તે વ્યક્તિએ કેમેરા તરફ જોયું અને કહ્યું, ‘જો મારી પાસે ફ્રી દિવસ હોય, તો કદાચ હું અહીં બેસીને જોઈશ અને લોકોને કહીશ – ઉપાડો. હું તે કરીશ. મને કોઈને કહેવામાં કોઈ સમસ્યા નથી.’ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયો ક્લિપને પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરતા કંગના રનૌતે લખ્યું કે આ શરમજનક બાબાત છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો હિમાચલ પ્રદેશનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કારણે, અભિનેત્રીએ આ દ્વારા પોતાના રાજ્યના લોકોને સંદેશ આપ્યો છે કે તેઓએ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.

અભિનેત્રી કંગના રનૌતના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ ‘ઇમર્જન્સી’માં જોવા મળી હતી, જેમાં તેણે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત અભિનેત્રીની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો તે આર માધવન સાથે આગામી ફિલ્મ ‘સર્કલ’માં જોવા મળશે.