જોધપુર : બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત, 12થી વધુ ઘાયલ

રાજસ્થાનના જોધપુરથી માર્ગ અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર આવી રહ્યા છે. જોધપુરથી 40 કિમીના અંતરે મથાનિયા વિસ્તારમાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. તે જ સમયે, 12 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે.

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતગ્રસ્ત ટ્રક ફલોદીથી આવી રહી હતી અને ખાનગી મુસાફરોની બસ જોધપુરથી લોહાવત તરફ જઈ રહી હતી. મથાનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર બંનેની સામ-સામે અથડામણ થઈ હતી, જેના કારણે આ ભયાનક અકસ્માત થયો હતો.

ઘાયલોને જોધપુર રીફર કરવામાં આવ્યા હતા

હાલ અકસ્માતનો ભોગ બનેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને વાહનોમાં ભરીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. ગંભીર રીતે ઘાયલ લોકોને ડોક્ટરોએ જોધપુર રિફર કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]