હમાસના હુમલાના જવાબમાં, ઇઝરાયેલી સેનાએ પણ હમાસ સામે જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ઈઝરાયેલે હુમલા માટે હમાસ આતંકવાદી જૂથ અને પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદને જવાબદાર ગણાવ્યા હતા અને હવે હમાસ સામે સર્વશ્રેષ્ઠ યુદ્ધની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ઘૂસણખોરી કરનારા હમાસના આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હમાસે ગંભીર ભૂલ કરી છે, તેણે ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું છે. IDF સૈનિકો ઘૂસણખોરીના દરેક તબક્કે દુશ્મનો સામે લડી રહ્યા છે. હું તમામ નાગરિકોને હોમ ફ્રન્ટ કમાન્ડની સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરું છું. ઇઝરાયેલ આ યુદ્ધ જીતશે.
A short while ago, IAF fighter jets struck a compound belonging to the head of the intelligence department in the Hamas terrorist organization.
The IAF is currently continuing to strike terror targets in the Gaza Strip. pic.twitter.com/uSHsXGFNzz
— Israeli Air Force (@IAFsite) October 8, 2023
હમાસ ઈન્ટેલિજન્સ ચીફના ઘર પર હવાઈ હુમલો
બીજી તરફ ઈઝરાયેલની સેનાએ હમાસના ઈન્ટેલિજન્સ ચીફના ઘર પર હવાઈ હુમલો કર્યો છે. ઈઝરાયેલના ફાઈટર જેટે ગાઝામાં હમાસના ઈન્ટેલિજન્સ ચીફના ઘર પર બોમ્બમારો કર્યો છે. ઈઝરાયેલની સેના દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં એર સ્ટ્રાઈક બાદ ઈમારતમાં વિસ્ફોટ થતો જોવા મળી રહ્યો છે.