વર્લ્ડ કપ 2023 : ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો

વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આ વખતે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની મેચથી શ્રીગણેશ કર્યા છે. પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. પરંતુ આ નિર્ણય ઓસ્ટ્રેલિયા માટે ખરાબ સાબિત થયો હતો. ભારતીય સ્પીનરો સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ખાસ કમાલ કરી શક્યા ન હતા અને આખી ટીમ 199 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  ભારતે ઓસ્ટ્રેલિયાને 199 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. તેને જીતવા માટે 200 રનની જરૂર છે. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. તેણે 71 બોલનો સામનો કર્યો અને 5 ચોગ્ગા ફટકાર્યા. ડેવિડ વોર્નરે 52 બોલમાં 41 રન બનાવ્યા હતા. વોર્નરે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. લાબુશેને 27 રન અને મેક્સવેલે 15 રનનું યોગદાન આપ્યું હતું. પેટ કમિન્સ 15 રન બનાવીને આઉટ થયો હતો.

ભારતીય સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિનને સફળતા મળી. ફાસ્ટ બોલર બુમરાહે 2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાજને એક-એક વિકેટ મળી હતી.

તાજેતરમાં જ આ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ હતી. જેમાં ભારતનો 2-1થી વિજય થયો હતો. હવે ફરી એકવાર બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે. ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમો ઘણી મજબૂત છે. મેદાનમાં રોમાંચક સ્પર્ધા જોવા મળી શકે છે. ભારતીય ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુથી પીડિત હતો. જેના પગલે તેની જગ્યાએ ઈશાન કિશનને ટીમમાં જગ્યા મળી છે.