ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક્સ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક ઈઝરાયેલ પહોંચી ગયા છે. તેઓ અહીં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળ્યા અને આ સંઘર્ષ અંગે ઈઝરાયેલને સમર્થન આપ્યું. ઈલોન મસ્કે ઈઝરાયેલને સમર્થન આપતાં કહ્યું કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયા બાદ તેઓ ગાઝાના પુનઃનિર્માણમાં મદદ કરવા ઈચ્છશે, પરંતુ પેલેસ્ટિનિયન વિસ્તારોને કટ્ટરપંથી મુક્ત કરવા તે મહત્વપૂર્ણ છે.
Elon Musk visitó hoy Israel y estuvo apoyando al Primer Ministro Benjamin Netanyahu. Estuvo en el lugar de la horrorosa masacre perpetrada por Hamas el 7 de octubre, Kibbutz Kfar Aza, cuando entraron desde la Franja de Gaza.
Estos son los líderes que el mundo sigue requiriendo. pic.twitter.com/81WwsvIcII
— Juan Nicolás Vizcaya (@JuanNicolasVizc) November 27, 2023
એલોન મસ્ક અને નેતન્યાહુ કિબુત્ઝ કફર અજા પહોંચ્યા
હમાસના હુમલાથી પ્રભાવિત કિબુત્ઝ કાફ્ર આઝાની મુલાકાતે મસ્ક પણ નેતન્યાહુની સાથે હતા. આ મુલાકાતનો ફોટો શેર કરતા નેતન્યાહુએ સોશિયલ મીડિયા X પર લખ્યું કે, “મેં કિબુટ્ઝ કેફર અજાને એલોન મસ્ક સાથે મુલાકાત લીધી જેથી તેમને હમાસ દ્વારા માનવતા વિરુદ્ધ કરવામાં આવેલા અપરાધોને નજીકથી બતાવવામાં આવે. જોકે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના કરાર હેઠળ શુક્રવાર (24 નવેમ્બર)થી ચાર દિવસીય યુદ્ધવિરામ શરૂ થઈ ગયો છે. આ અંતર્ગત ઇઝરાયેલમાં કેદ અને પેલેસ્ટાઇન અને ગાઝામાં બંધક બનાવાયેલા ડઝનબંધ લોકોની અદલાબદલી કરવામાં આવી રહી છે. કરાર હેઠળ ઇઝરાયેલે 39 પેલેસ્ટિનિયન કેદીઓને જ્યારે હમાસે 13 બંધકોને મુક્ત કર્યા હતા. 7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ યુદ્ધવિરામ છે.
#ElonMusk touring the #Knesset#IsraelFightsTerror pic.twitter.com/KzOj9bcW0H
— RouteX (@Updates01X) November 27, 2023
કેટલા લોકોએ જીવ ગુમાવ્યા?
ગાઝા પટ્ટી પર શાસન કરતા હમાસે 7 ઓક્ટોબરે સવારે ઈઝરાયેલ પર રોકેટ હુમલો કરીને ઘૂસણખોરી શરૂ કરી હતી. તેના પર નેતન્યાહુએ કહ્યું હતું કે અમે યુદ્ધમાં છીએ અને જીતીશું. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, આ યુદ્ધમાં 1,200 ઇઝરાયલી લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે પેલેસ્ટાઈનના 14 હજાર 854 લોકોએ જીવ ગુમાવ્યા છે.