ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામને લઈને કતારની મોટી જાહેરાત, સમયમર્યાદા બે દિવસ વધારી

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ સમાપ્ત થવાના આરે છે. આ દરમિયાન કતારના વિદેશ મંત્રાલયે મોટી જાહેરાત કરી છે કે આ યુદ્ધવિરામને બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે.

 

કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે ગાઝા પટ્ટી પર માનવતાવાદી યુદ્ધવિરામને લંબાવવા માટે સમજૂતી થઈ છે. હવે તેને બે દિવસ માટે લંબાવવામાં આવી રહી છે.