કિવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેનનાં બે લાખથી વધુ બાળકો રશિયાના સૈનિકો દ્વારા જબરદસ્તી લઈ જવામાં આવ્યા છે, જેમાં અનાથાશ્રમથી, માતા-પિતાની સાથે રહેતાં બાળકો અને પરિવારથી જુદા પડેલાં બાળકો સામેલ છે.તેમણે રાષ્ટ્રને નામ વિડિયો સંબોધનમાં કહ્યું હતું કે આ ગુનાઇત નીતિનો ઉદ્દેશ માત્ર લોકોને ચોરવાનો નથી, પણ યુક્રેનના લોકોને યુક્રેનમાં પરત ફરતા અસમર્થ બનાવવાનો છે તેમણે કહ્યું હતું કે યુક્રેન જવાબદાર લોકોને દંડિત કરશે, પણ એ રશિયાને યુદ્ધમાં બતાવી દેશે કે યુક્રેનને જીતી નહીં શકાય. અમારા લોકો આત્મસમર્પણ નહીં કરે અને અમારા બાળકો આક્રમણકારોની સંપત્તિ નહીં બને.