શિશુઓને પહેલો-ડોઝ 21 જૂન પહેલાં સંભવઃ વ્હાઇટ હાઉસ

વોશિંગ્ટનઃ જો ફેડરલ નિયામક અપેક્ષા મુજબ રસીકરણને મંજૂરી આપશે તો પાંચ વર્ષથી નીચેની વયનાં બાળકો કોવિડ-19 રસીકરણનો પહેલો ડોઝ 21 જૂન સુધી મળી જશે, એમ બાઇડન વહીવટી તંત્રએ કહ્યું હતું, વ્હાઇટ હાઉસ કોરોના રોગચાળાના કોર્ડિનેટર આશિષ ઝાએ રસીકરણ માટે નાનાં બાળકો માટેની વહીવટી તંત્રની યોજના વિસ્તારપૂર્વક જણાવી હતી.  

ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)ની બહારની સલાહકારોની પેનલ પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને ફાઇઝર અને મોર્ડનના ડોઝ આપવા પર 14-15 જૂને બેઠક યોજવાના છે. તેમણે કહ્યું હતું કે બાળકોની રસીને FDA દ્વારા સત્તાવાર મંજૂરી મળ્યા પછી તત્કાળ બાળકોની હોસ્પિટલોને અને પિડિયાટ્રિક કેરની સુવિધાવાળા કેન્દ્રોને રસીનો સપ્લાય શરૂ કરવામાં આવશે. રાજ્યો બાળકોએ અપાનારી રસીના ઓર્ડર આપવાનું શરૂ કરી શકે એમ છે, કેમ કે વહીવટી તંત્ર પાસે એક કરોડ ડોઝનો સ્ટોક ઉપલબ્ધ છે. જોકે રસીને દેશમાં સપ્લાય પૂરો પાડવામાં થોડા દિવસો લાગી શકે છે, પણ રસીને વ્યાપક રીતે જેતે કેન્દ્રોમાં પહોંચાડવામાં આવશે, એમ તેમમે કહ્યું હતું.

અમને આશા છે કે થોડાં સપ્તાહોમાં દરેક માતા-પિતા ઇચ્છશે તો તેમના બાળકોને રસી આપવામાં આવશે અને તેમને ટૂંક સમયમાં એ માટે એપોઇન્ટમેન્ટ મળી જશે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે માતાપિતા આગામી શૈક્ષણિક વર્ષ શરૂ થાય એ પહેલાં તેમનાં બાળકોને રસીકરણ માટે આગળ આવશે.