અમેરિકામાં કામદારો રેકોર્ડ ઝડપે છોડી રહ્યા છે નોકરીઓ

વોશિંગ્ટનઃ અમેરિકામાં કામદારો રેકોર્ડ ઝડપે નોકરી છોડી રહ્યા છે. નોકરી છોડવાનો ઊંચો દર સામાન્ય રીતે સંકેત આપે છે કે અમેરિકી કર્મચારીઓ પોતાની નોકરીની સંભાવનાઓ વિશે કેટલો વિશ્વાસ અનુભવે છે. યુએસ લેબર ડિપાર્ટમેન્ટના તાજા જોબ ઓપનિંગ એન્ડ લેબર ટર્નઓવર સર્વે જોલ્ટ્સથી માલૂમ પડે છે કે ઓગસ્ટમાં નોકરી છોડનારા અમેરિકીઓની સંખ્યા વધીને 43 લાખે પહોંચી ગઈ છે. એ અમેરિકામાં બધી સંગઠિત કામદારોના 2.9 ટકા થે, જે રેકોર્ડ ઊંચા દરને દર્શાવે છે, એમ અલ જજીરાએ જણાવ્યું હતું.  

ઓગસ્ટમાં કોવિડ કેસોમાં ઉછાળાની વચ્ચે ગ્રાહકલક્ષી ખાદ્ય સર્વિસ ક્ષેત્રોમાં કુછ 8,92,000 શ્રમિકોએ નોકરી છોડી દીધી હતી. એ પાછલા મહિનાની તુલનામાં 1,57,000થી વધુ છે. નોકરી છોડનારા લોકોની સંખ્યા નોકરી ખાલી હોવાની સંખ્યાથી દેશમાં આર્થિક સુધારા માટે ચિંતાનો એક મોટો વિષય છે.

ગયા વર્ષે કોરોનાને પગલે થયેલા લોકડાઉનની પહેલી લહેરમાં 2.2 કરોડ નોકરીઓની ભરપાઈ કરવા માટે અમેરિકી શ્રમ બજારે હજી પણ આશરે 50 લાખ નોકરીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, પણ કેટલાક 51 ટકા નાના વેપાર-ધંધામાલિકોએ કહ્યું હતું કે તેમની પાસે નોકરીઓની તક છે, જે તેઓ સપ્ટેમ્બરમાં નથી ભરી શક્યા, એવું નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસના એક સર્વે પરથી માલૂમ પડ્યું હતું.

કર્મચારીઓને આકર્ષવા માટે વ્યવસાયકારો બોનસ પર હસ્તાક્ષર કરવા પગારવધારા જેવાં પ્રોત્સાહનની રજૂઆત કરી રહ્યા છે. આશરે 42 ટકા નાના વેપારીઓએ કહ્યું હતું કે તેમણે ગયા મહિને વળતરમાં વધારો કર્યો હતો. એ ઓગસ્ટથી એક અંક ઉપર છે, જે 48 વર્ષના રેકોર્ડ ઊંચા સ્તરે છે.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]