મહિલાએ પાંચ મિનિટના પાર્કિંગ માટે ચૂકવ્યો રૂ. 11 લાખનો દંડ

નવી દિલ્હીઃ સામાન્ય રીતે પાર્કિંગ માટે પેનલ્ટી રૂ. 500 અથવા રૂ. 1000 હોઈ શકે, પણ શું એના માટે ક્યારેય લાખોનો દંડ હોઈ શકે? જી હા, આવો એક કેસે ચોંકાવી દીધા છે. કાઉન્ટી ડરહમના ડાર્લિંગટનની હન્ના પોબિન્સન- જે નિયમિત રીતે ફીથમ્સ લીઝર સેન્ટરમાં પાર્ક કરતી હતી, પણ તેને પાંચ મિનિટના નિયમ માટે 11,000 પાઉન્ડ (11,80,465 રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે તેણે પરમિટ માટે ચુકવણી કરી હતી.

આ નિયમ UKની એક્સેલ પાર્કિંગ સર્વિસિઝ તરફથી લોકોને આડાઅવળા ફરવાથી અટકાવવા અને ડ્રાઇવરોને વિના ચુકવણી કરવામાં આવેલા પાસેના થિયેટર માટે કાર પાર્કનો ઉપયોગ કરવાથી રોકવા માટે બનાવવામાં આવ્યો હતો. કાર પાર્કમાં પ્રવેશની નિગરાની ANPR કેમેરા દ્વારા કરવામાં આવે છે. જે એન્ટ્રી અને એકઝિટના સમયે રેકોર્ડ કેપ્ચર કરે છે.

વર્ષ 2021થી અત્યાર સુધી રોબિન્સને 67 દંડ ભર્યા છે, જેમાં પ્રત્યેકનું મૂલ્ય 170 પાઉન્ડ (18,000 રૂપિયા) છે. જે વિશે એનું કહેવું છે કે તે હંમેશાં પાર્કિંગ માટે ચુકવણી કરે છે, પણ નવા નિયમ અનુસાર ગ્રાહકોના આગમનની પાંચ મિનિટની અંદર ટિકિટ ખરીદવાની રહે છે. કાર પાર્કની અંદર કોઈ ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી, એટલા માટે તે વારંવાર એ લેવડદેવડ નથી કરી શકતી.

મિસ રોબિન્સનને લાગે છે કે આ નિયમ કાયદેસર રીતે પાર્ક કરનારા ડ્રાઇવરો પર ભારે પડી રહ્યો છે, કેમ કે પાર્કિંગ કરવા માટે નિયમોનું પાલન કરવાના પ્રયાસ છતાં દંડની રકમ બહુ વધારે છે.