ન્યુ યોર્કઃ ભારતમાં ચીની એપ્સ પર પ્રતિબંધ પછી હવે અમેરિકાએ એક મોટી જાહેરાત કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે 13 માર્ચે 352 મતની સાથે ટિકટોક પર પ્રતિબંધ લગાવનારા બિલને ટેકો આપ્યો હતો. આ બિલને US સેનેટ મોકલવામાં આવશે, જ્યાં વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિના એના પર હસ્તાક્ષર થશે.
વોશિંગ્ટનમાં ટિક ટોક એક મોટો મુદ્દો બની ગયો છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન સાંસદોએ કહ્યું હતું કે તેમની ઓફિસે આ કાયદાનો વિરોધ કરવાવાળા ટિકટોક યુઝર્સે મોટી સંખ્યામાં કોલ કર્યા છે. આ બધી ફરિયાદો ગાઝામાં ઇઝરાયેલ અને હમાસની વચ્ચે સીઝફાયરની માગ કરવાવાળી કોલ્સની સંખ્યાથી અનેક ગણી અધિક છે. આ પગલું અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા માટે વોશિંગ્ટનમાં લેવામાં આવેલાં પગલાંમાંનું એક છે. AI ચિપથી કનેક્ટેડ વાહનોથી માંડીને અમેરિકી પોર્ટો પર ક્રેન સુધી અમેરિકાએ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પગલાં વધાર્યા છે. પાછલા મહિને રાષ્ટ્રપતિ જો બાઇડને ચૂંટણી ઝુંબેશમાં પણ ટિકટોકને સામેલ કરી હતી, જેનાથી ટિકટોકના અધિકારી એ વાતને લઈને વિશ્વાસ ધરાવતા હતા કે આ વર્ષે કાયદો નહીં બની શકે. જોકે હાઉસ એનર્જી એન્ડ કોમર્સ કમિટીએ ગયા સપ્તાહે બિલના પક્ષમાં 50—0 મતદાન કર્યું છે, જેથી એને પૂરી પાર્લમેન્ટની સામે મતદાન માટે રાખવામાં આવશે.
ટિકટોકના CEO શોઉજી ચ્યુએ બુઝવારે સિનેટરોથી વાત કરવા માટે કેપિટલ હિલ જશે. કંપને કહ્યું હતું કે સરકાર 17 કરોડ અમેરિકીઓથી તેમની સ્વતંત્ર અભિવ્યક્તિના બંધારણના અધિકાર છીનવી લેવાના પ્રયાસ કરી રહી છે. બાઇડેને ગયા સપ્તાહે કહ્યું હતું કે તેઓ બિલ પર હસ્તાક્ષર કરશે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને મંગળવારે કહ્યું હતું કે લક્ષ્ય ચીનની ઓનરશિપને ખતમ કરવાનું છે.