કેમ બંધ કરી રહ્યું છે ફેસબુક ચહેરાની ઓળખની સિસ્ટમ? જાણો…

વોશિંગ્ટનઃ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુકે ઘોષણા કરી હતી કે એ ચહેરો ઓળખ કરતી પ્રણાલીને બંધ કરશે. કંપનીએ ફેસ રેક્ગ્નિશન સિસ્ટમને 2010માં ફરીથી રજૂ કરી હતી. એની સાથે કંપની એક અબજથી વધુ લોકોની ફેસપ્રિન્ટને પણ ડિલીટ કરશે. ફેસબુકની નવી હોલ્ડિંગ કંપની મેટાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિભાગના ઉપપ્રમુખ જેરોમ પેસેન્ટીએ એક બ્લોગ દ્વારા આ માહિતી આપી હતી.

ટેક્નોલોજીના ઇતિહાસમાં ચહેરો ઓળખના ઉપયોગની દિશામાં આ પગલાથી સૌથી મોટો ફેરફાર થશે. તેમણે બ્લોગમાં લખ્યું હતું કે ફેસબુક પર સક્રિય યુઝર્સના એક તૃતીયાંશથી વધુ લોકોએ આ સર્વિસના સેટિંગનો સ્વીકાર કર્યો હતો અને તેઓ ઓળખ કરવામાં સફળ પણ રહ્યા હતા. આ ફેસિયલ રેક્ગ્નિશન સોફ્ટવેરનું કામ ફેસબુક પર અપલોડ કરવામાં આવતા ફોટોની ઓળખ કરીને યુઝર્સને બતાવવાનું હતું, જેથી ફોટોમાં હાજર લોકોને ટેગ કરી શકાય. જોકે હવે કંપની દ્વારા આ સર્વિસને બંધ કરવામાં આવી છે.

તેમણે બ્લાગમાં લખ્યું હતું કે જે લોકોએ રેક્ગ્નિશન સેટિંગનો વિકલ્પ પસંદ કર્યો છે. તેઓ હવે ફોટો અને વિડિયોમાં ઓટોમેટિક ઓળખ નહીં થઈ શકે.હવે ફેસબુક તેમની ઓળખ કરવા માટે ઉપયોગમાં લેવાતા ચહેરાના ટેમ્પલેટને ભૂંસી કાઢશે.

વાસ્તવમાં આ ટેક્નોલોજીને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફેસબુકે કેટલીય કાયદાકીય કાર્યવાહીનો સામનો કર્યો હતો. આ નિર્ણયથી તેમણે બ્લોગમાં જણાવ્યું હતું કે આ ટેક્નિકને કારણે યુઝર્સમાં કેટલીક ચિંતાઓ હતી અને એના સ્પષ્ટ ઉપયોગને નિયંત્રિત કરનારા નિયમ હતી પ્રક્રિયામાં છે. કંપનીનું માનવું હતું કે આ ટેક્નિકનો સીમિત ઉપયોગ કરવો ઉચિત છે.