ઈમરાન ખાનની હાજરીમાં ટ્રમ્પે ‘હાઉડી મોદી’ના કર્યા વખાણ

નવી દિલ્હી: પોતાને સારા મધ્યસ્થી ગણાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કશ્મીર મુદ્દા પર પાકિસ્તાન અને ભારત વચ્ચે મધ્યસ્થતા માટે તૈયાર છે, પરંતુ બંન્ને પક્ષોએ આ માટે સહમતી હોવી જોઈએ. ટ્રમ્પે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમ્યાન પાક. વડાપ્રધાન ઈમરાન ખાનની સાથે બેઠક વખતે આ ટિપ્પણી કરી. તેમણે કશ્મીર મુદ્દાને લાંબા સમયથી ચાલી રહેલ જટીલ મામલો ગણાવતા કહ્યું કે, જો હું મદદ કરી શકું તો ચોક્કસ મદદ કરીશ.

તો ટ્રમ્પે ઈમરાન ખાનની હાજરીમાં જ હાઉડી મોદી મહારેલીની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમણે વડાપ્રધાન મોદીનું ઘણું આક્રામક નિવેદન સાંભળ્યું. એનઆરજી સ્ટેડિયમમાં 50 હજાર લોકોની હાજરની ઉલ્લેખ કરતા કહ્યું કે, મોદીને ઘણુ સારુ સમર્થન મળ્યું.

ડોનાલ્ડ ટ્રમ્પે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લીધાના એક દિવસ પછી કહ્યું કે, જો બંને (ભારત અને પાકિસ્તાન) ઈચ્છશે તો હું મધ્યસ્થી કરાવવા તૈયાર છું. હ્યુસ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક સાથે મંચ પર જોવા મળ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, એક સમયે હું સારો મધ્યસ્થી સાબિત થઈશ.

 

ટ્રમ્પ અને ઈમરાનની મુલાકાત બાદ બંને નેતા એક સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા અને અહીં ટ્રમ્પે એક પાકિસ્તાની પત્રકારની જાહેરમાં ફજેતી કરી દીધી. એક પત્રકારે ટ્રમ્પ સાથે કશ્મીર મુદ્દે સવાલ પૂછી દીધો. પાકિસ્તાની પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે કશ્મીરમાં 50 દિવસોથી ઇન્ટરનેટ અને ખાવા-પીવાની વસ્તુઓની સપ્લાય બંધ થઈ ગઈ છે. તેના પર ટ્રમ્પે તે પાકિસ્તાની પત્રકારને પૂછ્યું કે, શું તે પાકિસ્તાની પ્રતિનિધિમંડળનો હિસ્સો છે? તમે જે વિચારી રહ્યા છો, તે કરી રહ્યા છો. આપનો સવાલ એક નિવેદન છે. પછી તેઓએ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનને પૂછ્યું કે, તમે આવા પત્રકાર ક્યાંથી શોધીને લાવો છો? ટ્રમ્પની આ વાત પર ઈમરાન ખાન પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા.