ઈઝરાયલમાં એક મહિલાને ‘ફ્લોરોના’ થયો; કોરોના+ઈન્ફ્લુએન્ઝા

તેલઅવિવઃ ઈઝરાયલના એક જાણીતા અખબારે અહેવાલ આપ્યો છે કે દેશમાં કથિત ફ્લોરોના રોગનો પહેલો ચેપ નોંધાયો છે. આ રોગ કોરોનાવાઈરસ અને ઈન્ફ્લુએન્ઝા સાથેનો ડબલ ચેપનો હોય છે. આ રોગ એક મહિલાને થયો છે. તેને આ અઠવાડિયે રાબીન મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. એ ગર્ભવતી અને પ્રસુતિકાળની નજીક છે. તે મહિલાએ કોરોના-વિરોધી રસી લીધી નથી. તેની તબિયત સારી છે અને આજ-કાલમાં એને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

ઈઝરાયલમાં ઈન્ફ્લુએન્ઝા ચેપની લહેર ફરી વળી છે. હોસ્પિટલોમાં ગયા અઠવાડિયા સુધીમાં 1,849 લોકોને આ બીમારીની સારવાર આપવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]