દક્ષિણ આફ્રિકમાં હિંસા પ્રસરતાં 72 લોકોનાં મોત

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જુમાને જેલમાં મોકલ્યા પછી દુકાનો અને ગોદામોમાં પાંચમા દિવસે લૂંટફાટ થઈ હતી, જેથી રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ અંશાંતિને ખતમ કરવા માટે સેનાને તહેનાત કરી હતી,જેમાં 72 લોકોનાં મોત થયાં હતાં અને સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આર્થિક રાજધાની જોહાનિસબર્ગ અને દક્ષિણ-પૂર્વ પ્રાંત ક્વાઝુલુ-નેટલમાં લૂંટફાટ થયા પછી દક્ષિણ આફ્રિકાના મુખ્ય વિપક્ષે કટ્ટરપંથીઓ પર અશાંતિ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો.

જોકે ગયા વર્ષે કોરોનાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનને લાગુ કરવા માટે તહેનાત કરવામાં આવેલા 70,000થી વધુ સૈનિકો કરતાં હાલ ઓછા સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા હતા, કેમ કે કેટલાંક શોપિંગ સેન્ટરોમાં મુઠ્ઠીભર સૈનિકો દેખાતા હતા.પોલીસે કહ્યું હતું કે મોટા ભાગના લોકો દુકાનોમાં લૂંટફાટ દરમિયાન ભાગદોડમાં માર્યા ગયા હતા. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ અને સેના અશાંતિ રોકવાના પ્રયાસ કરી રહી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોની સંખ્યા વધીને 1234ની થઈ હતી. જોકે હજ્જારો લોકો તોફાનની હોડમાં સામેલ છે. ગાઉતેંગ અને ક્વાઝુલુ નટાલ પ્રાંતમાં લોકોએ કરિયાણું, વીજળી ઉપકરણો, દારૂ અને કપડાં ચોર્યા હતા.

જોહાનિસબર્ગના ઉત્તરમાં એલેક્ઝેન્ડરા ટાઉનશિપમાં સેંકડો લોકોએ એક શોપિંગ મોલની અંદર અને બહાર કરિયાણાનો સામાન ચોરવા લાગ્યા હતા. કાર ધોવાનું કામ કરતા એક 30 વર્ષીય વ્યક્તિએ કહ્યું હતું કે હું ખરેખર તો જુમા વિશે ચિંતિત નથી, કેમ કે તે એક ભ્રષ્ટ વૃદ્ધ છે, જે જેલમાં રહેવા માટે હકદાર છે.

વર્ષ 2018માં સત્તારૂઢ આફ્રિકી નેશનલ કોંગ્રેસ (ANC) દ્વારા કૌભાંડ બહાર આવ્યા પહેલાં જુમા લોકતાંત્રિક દક્ષિણ આફ્રિકામાં ઉપરાષ્ટ્રપતિ અને તત્કાલીન રાષ્ટ્રપતિના રૂપમાં ઊભર્યા હતા. દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસને કારણે લગાવાયેલા આર્થિક પ્રતિબંધોને લીધે કામકાજ બહુ ખરાબ રીતે પ્રભાવિત થયા છે.