નોર્થ કોરિયાના આકાશમાં અમેરિકી બોમ્બર્સ, ટ્રમ્પે યોજી બેઠક

વોશિંગ્ટન- અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચેનો તંગદિલી યથાવત છે. ગઈકાલે મોડીરાત સુધી અમેરિકી મિલિટ્રીના બોમ્બર્સે નોર્થ કોરિયાના પેનિસુલા વિસ્તાર પર ફ્લાય કરીને પોતાની તાકાત બતાવવાની કોશિશ કરી હતી. પ્રાપ્ત માહિતી ડોનાલ્ડ ટ્રમ્પે એક મીટિંગ કર્યા બાદ મિલિટ્રીએ આ કામ કર્યું હતું. ટ્રમ્પે કરેલી મીટિંગમાં તેમણે અધિકારી સાથે ચર્ચા કરી હતી કે નોર્થ કોરિયાની કોઈપણ ધમકીનો કેવી રીતે જવાબ આપી શકાય.

અમેરિકી એરફોર્સના બે બોમ્બર્સ B-1B અને ફાઈટર પ્લેન F-15k નોર્થ કોરિયાના આકાશ પર ફ્લાયીંગ કર્યું હતું. આ લોકો દ્વારા સાઉથ કોરિયાના ગુઆમ એરબેઝ પર પોતાનુ એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આજે સાઉથ કોરિયાના જોઈન્ટ ચીફ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં અમેરિકી બોમ્બર્સે કરેલા ફ્લાયિંગની પુષ્ટી કરવામાં આવી હતી. સાઉથ કોરિયાના એરસ્પેસમાં પ્રવેશ કર્યા બાદ બે બોમ્બર્સે પૂર્વીય તટ પર એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઈલ ડ્રિલ પણ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]