તહેરાન: ઇરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. સુધારાવાદી ઉમેદવાર મસૂદ પેઝેશકિયાને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેમણે કટ્ટરપંથી સઈદ જલીલીને મોટા અંતરથી હરાવ્યા છે. પેજેશકિયાને જલીલીને 28 લાખ મતોના અંતરથી હરાવ્યા હતા. તેઓ વ્યવસાયે હાર્ટ સર્જન પણ છે. આ ચૂંટણીમાં તેમણે ઇરાનને પશ્ચિમી દેશોથી જોડવાનું વચન આપ્યું હતું, જે દાયકાઓથી અમેરિકી નેતૃત્વની સાથે સંઘર્ષમાં છે.
આ ચૂંટણીમાં સુધારાવાદી નેતા પેજેશકિયાનને 16.3 મિલિયન મત પડ્યા હતા, જ્યારે હાઇલાઇનર એટલે કે કટ્ટરપંથી એટલે કે કટ્ટરપંથી ઉમેદવાર સઇદ જલીલીને 13.5 મિલિયન મતો મળ્યા હતા. મત ગણતરી દરમ્યાન તેમના ટેકેદારો રસ્તા પર ઉજવણી કરવા માટે ઉતરી આવ્યા હતા.
તેમના દ્વારા દેશમાં ફરજિયાત હિજાબ પહેરવાનો કાયદો હળવો કરવામાં આવશે. હિજાબ અને હેડસ્કાર્ફ બાબતે ઇરાનમાં તાજેતરમાં ઘણાં પ્રદર્શનો થયાં છે. પેઝેશકિયાને તેમના ચૂંટણીપ્રચાર દરમિયાન શિયા ધર્મશાહીમાં કોઈ ફેરફારનું વચન આપ્યું ન હતું. તેમનું માનવું છે કે દેશની તમામ બાબતોમાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમિનીને અંતિમ મધ્યસ્થી નિર્ણય લેવામાં આવશે.
ભલે મસૂદ પેઝેશકિયાનને સુધારાવાદી નેતા તરીકે ઓળખવામાં આવે, પરંતુ રાષ્ટ્રપતિ તરીકે સત્તા સાંભળ્યા બાદ તેમની સામે મોટા પડકારો છે. તેમનો સૌથી મોટો પડકાર પશ્ચિમી દેશો સાથેના સંબંધો સુધારવાનો હશે. જ્યારથી ઇરાને પરમાણુ હથિયારો મેળવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો, ત્યારથી તેના પશ્ચિમી દેશો સાથેના સંબંધો બગડ્યા છે. ઇરાન પર ઘણા પ્રકારના પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા છે, જેને કારણે દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે.
