પાકિસ્તાન છે આતંકીઓ માટે ‘સેફ હેવન’: સંયુક્ત રાષ્ટ્ર

ઈસ્લામાબાદ- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) અફઘાનિસ્તાનના વિશેષ રાજદૂત મહમૂદ સૈકલે પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે ઘેરવા પ્રયાસ કર્યો છે. સૈકલે કહ્યું કે, આ વાત સમગ્ર વૈશ્વિક સમુદાય જાણે છે કે, પાકિસ્તાન આતંકીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. જોકે આટલેથી વાત અટકતી નથી. આપણે આ અંગે સંયુક્ત રાષ્ટ્રમાં સર્વસમ્મતિ બનાવવી જોઈએ અને પાકિસ્તાન પર કાર્યવાહી કરવી જોઈએ.

પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાને આપ્યા પુરાવા

અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત મહમૂદ સૈકલે કહ્યું કે, અફઘાનિસ્તાન સરકાર UNSCને પાકિસ્તાન વિરુદ્ધ પુરતા પુરાવાઓ રજૂ કરશે કે, પાકિસ્તાન અફઘાનસ્તાનમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે. જેથી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

સૈકલે વધુમાં જણાવ્યું કે, UNSC સદસ્યો વચ્ચે પાકિસ્તાનમાં આતંકી સંગઠનો માટે સુરક્ષિત વાતાવરણ હોવાને લઈને વધુ સ્પષ્ટતા થઈ છે અને સદસ્યો આ અંગે એક મત થયા છે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ UNSCની 15 સદસ્યોની એક ટીમ રાજદૂત સ્તરનું પ્રતિનિધિમંડળ હિંસા પ્રભાવિત કાબુલની મુલાકાતે ગયું હતું.

સૈકલે ઓસામા બિન લાદેન, મુલ્લા ઉમર અને મુલ્લા અખ્તરનું ઉદાહરણ આપીને જણાવ્યું કે, UNSCના મોટા ભાગના દેશો જાણે છે કે, આતંકને સુરક્ષિત આશ્રય આપનારો દેશ ક્યો છે. તેમને ખબર છે કે, આતંકના મોટાભાગના આકાઓ પાકિસ્તાનમાં જ રહ્યા હતા અને પાકિસ્તાનમાં જ તેમને ઠાર મારવામાં આવ્યા હતાં. અને હવે તાલિબાની પ્રમુખ પણ પાકિસ્તાનમાં રહે છે. જે દુનિયાને ખબર છે.