વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદારોએ વ્હાઇટ હાઉસ અને કેપિટોલ હિલ્સની બહાર ભારે હંગામો કર્યો હતો, જેથી કેપિટોલની અંદર એ ઘોષણા કરવામાં આવી હતી કે સુરક્ષાના જોખમને કારણે કોઈ પણ વ્યક્તિ કેપિટોલને બહાર અને અંદર નહીં જઈ શકે. બીજી બાજુ ટ્વિટરે ટ્રમ્પના કેટલાંક ટ્વીટ્સ દૂર કર્યા હતા ટ્વિટરે એ પછી ટેમનું હેન્ડલ સસ્પેન્ડ કર્યું હતું. ટ્વિટરના એક્શન પછી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે પણ તેમના એકાઉન્ટ પર 24 કલાક પ્રતિબંધ મૂકી દીધો હતો.
બુધવારે વોશિંગ્ટનમાં યુએસ કેપિટલમાં એક અભૂતપૂર્વ હિંસક સ્થિતિ સામે આવ્યા પછી ટ્રમ્પના ટેકેદારોએ રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીની ચોરી થઈ છે. તેમણે તેમનો અવાજ સાંભળવાની માગ કરી હતી.
We are locking President Trump’s Instagram account for 24 hours as well. https://t.co/HpA79eSbMe
— Adam Mosseri 😷 (@mosseri) January 7, 2021
આ પ્રદર્શનકારીઓને એનફોર્સમેન્ટ અધિકારીઓએ કાબૂમાં કરી લીધા હતા. તેમને હાઉસ અને સેનેટ ચેમ્બર્સમાંથી આ ટેકેદારોને બહાર લઈ જવામાં આવ્યા હતા.
કેટલાય સંસદસભ્યોએ હિંસા ભડકાવવા બદલ ટ્રમ્પને જવાબદાર ગણ્યા હતા અને તેમની તત્કાળ ઇમ્પિચમેન્ટ કરવા અને તેમને તત્કાળ દૂર કરવા માગ કરી હતી.